ખેડૂતે કપાસ ભેગો કરી ઢગલો કર્યો હતો, પણ એક તણખાએ મહેનત ઉપર પાણી ફેરવ્યુંટંકારા : ટંકારાના સરાયા ગામે ખેતરમાં વીજ વાયરનો તણખો પડતા કપાસ સળગી ઉઠ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતે કપાસ ભેગો કરી ઢગલો કર્યો હતો પણ એક તણખાએ મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલના ખેતરમાં કપાસનો ઢગલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઉપરથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા નીચે તિખારો પડતા કપાસના ઢગલામાં આગ લાગી હતી. કપાસ સળગી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ આજુબાજુના ખેડૂતો એકઠા થયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધણો બધો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે ટંકારા પીજીવિસીએલની ઓફીસે જાણ કરી હતી અને સર્વે કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.