મોરબી : સરસ્વતી ભગવતી વિદ્યાલય - બરવાળા હાઈસ્કૂલમાં આજરોજ તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિ વિષય પર શાળાના શિક્ષક અશ્વિનભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર અંબાલીયા નીલમ ગોપાલભાઈ, દ્વિતીય નંબર ડાંગર ધ્રુવ મેરામભાઇ અને નારીયાણી પલક રાજેશભાઈએ તૃતીય નંબર મેળવેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ખાખરાળાથી ડો. કશ્યપ પરમાર અને કમલેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપેલ હતા.