એલસીબી પોલીસની કાર્યવાહી: આરોપી બુટલેગર ફરાર હળવદ: આજરોજ હળવદ તાલુકાના સાપકડા ગામે મોરબી જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા 308 બોટલ ઈંગ્લીશ દારૂની બોટલ ઝડપી લેવામાં આવી છે. દારૂ પ્રકરણમાં સાપકડા ગામના એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ પોલીસથી બચવા ગામમાં આવેલ બટુક આશ્રમની બાજુમાં તેના નવા બનાવેલ મકાનમા ચોરખાનું બનાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી મોરબી જિલ્લા એલસીબી પોલીસને મળી હતી આથી આજે મોડી સાંજે જિલ્લા એલસીબી પોલીસે સાપડા ગામે દરોડો પાડી ૩૦૮ ઇંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ ૯૪,૪૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.