ગાળા યુવક મંડળ દ્વારા રૂ. 30 હજારનું અનુદાન મોરબી : મોરબી જિલ્લાના રાસંગપર ગામના સંગાથ વૃદ્ધાશ્રમમાં ગાળા તાલુકા પંચાયત સભ્ય અને ગાળા ગામના યુવકોએ 70 થી વધુ વડીલોને જમાડયા હતા.તેમજ 30 હજારથી વધુની રકમ દાન કરી હતી. રાસંગપર ગામના સંગાથ વૃદ્ધાશ્રમમાં બીજેપી નેતા, ગાળા તાલુકા પંચાયત સભ્ય દલસાનીયા બાબુલાલ, કાચરોલા રાજેશભાઈ, મગનભાઇ તરફથી જમણવારની સેવા આપી હતી.આ સાથે ગાળા ગામના યુવકો અંદરપા દીપકભાઇ વરસડા,ભાવેશ ઉઘરેજા,કાંતિલાલ સહિતના ગાળા યુવક મંડળે 70 થી વધુ વડીલોને જમાડી આર્શીવાદ લીધા હતા.તેમજ 30 હજારથી વધુ રકમ દાન આપી ગાળા ગામના યુવક મંડળએ સેવાનો લાભ લીધા હતો.