છેલ્લા 7 મહિનાથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સમસ્યા વકરીમોરબી : મોરબીના સામાકાંઠે આવેલા રિલીફનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઘરમાં અને શેરીમાં ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનું જોખમ હોવા છતાં તંત્રએ યોગ્ય પગલાં ન ભરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.મોરબીના સામાંકાંઠે લાલબાગ પાછળ આવેલ રિલીફનગરના બ્લોક નંબર 37માં રહેતા પ્રમોદકુમાર ચુનીલાલ.મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત મહીનાથી તેમની શેરીમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ગટરના ગંદા પાણી આખી શેરીમાં ફરી વળ્યાં છે. તેમજ આટલું ઓછું હોય તેમ ગટરના ગંદા પાણી મકાનમાં પણ ઘુસી જતા ભારે ગંદકી ફેલાય રહી છે. ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસી જવાથી રોગચાળાની દહેશત વ્યાપી ગઈ છે. અગાઉ નગરપાલિકાને રજુઆત કરવા છતાં આ ગટરની સમસ્યા હલ કરવા કોઈ પગલાં લેવાયા નથી. આથી ગટર ઉભરાવવાની સમસ્યા વકરી રહી છે. તેથી તેઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ આ ગટર ઉભરવાની સમસ્યા દૂર કરવા કુંડી બનાવીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.