આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવાયું મોરબી : મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા રણછોડનગર-૨ વિસ્તારમાં ગટર ઊભરાવાથી સ્થાનિકવાસીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ગંદકી થતી હોવાથી રોગચાળાનું પ્રમાણ વધે છે.આ અંગે અનેક રજૂઆત કરવા છતાં અધિકારીઓ લોકોને હાથમાં લોલીપોપ થમાવી દે છે.તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.ગટર ઊભરાવાના પ્રશ્ને હાલ કરવા 'આપ' અને સ્થાનિકવાસીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા રણછોડનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઊભરાવાની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે.ગટર ઉભરાવાના કારણે નાના મોટા અકસ્માત થાય છે.તેમજ ગંદકીના હિસાબે રોગચાળા એ પણ માજા મૂકી છે.પણ નીમ્ભર તંત્ર ક્યારે જાગશે તેવી માંગ સ્થાનીક લોકો દ્વારા કરવામાં આવી છે.આગામી દિવસોમાં જો ગટરની સમસ્યાના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આપી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ કરવામાં અધિકારીઓ ખો આપી રહ્યાની પણ સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી અને આ સમસ્યાના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા,મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ તેમજ સ્થાનિક લોકો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..