મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે વૃક્ષો અને કારખાનાઓના શેડને નુકસાન થયું છે. તેવામાં સાંજના સમયે ભારે પવનથી એક મંડપ સર્વિસના શેડ પણ નુકસાન થયું હતું. નવલખી રોડ રણછોડનગર-1 માં આવેલ મંડપ સર્વિસના શેડમાં પતરા તૂટીને ઉડી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં એક મંદિરના પારાપેટ પણ તૂટ્યા હતા.