મોરબી : મોરબીના રામનગર ગામે ગ્રામજનોએ સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેમાં ગ્રામજનોએ કુલ 50 વૃક્ષો વાવ્યા હતા. મોરબીના રામનગર (ખારચિયા) ગામે સર્વે ગ્રામજનોએ મળીને એક જ દિવસમાં 50 વૃક્ષો વાવ્યા હતા. આ સાથે તમામ વૃક્ષોની સલામતી માટે લાકડાના પિંજરા પણ મુકવામાં આવ્યા હતા. આ તકે ગ્રામજનોએ વૃક્ષોનો સરખી રીતે ઉછેર કરવાનો સંકલ્પ પણ લીધો હતો.