મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા શાંતાબેન મગનભાઈ મારવાણિયા ઉ.80નામના વૃધ્ધાના પતિના મૃત્યુ બાદ એકલા પડી જતા એકલવાયા જીવનથી કંટાળી ગુમસુમ રહેતા હોય જે દરમિયાન ગઈકાલે તેઓએ અનાજમાં નાખવાના ઝેરી ટિકડા ખાઈ લેતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન શાંતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.