ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં ત્રણ શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરના હનુમાનજીના મંદીર પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા ગુલાબભાઇ વેલજીભાઇ શેખવા (ઉ.વ-૨૭ ) એ આરોપીઓ સંજય અરજણભાઇ પરમાર, જગદીશભાઇ અરજણભાઇ પરમાર, વિનોદભાઇ અરજણભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૩ ના રોજ સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી શેરીમાંથી ઘરે જતા હતા.ત્યારે શેરીમાં આરોપીઓ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ કહેલ કે કેમ ગાળો બોલો છો? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીના વાંસામાં તથા માથામાં ધોકો મારી મુંઢ ઇજા કરી તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.