માળીયાના વિરવિદરકા નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ મોરબી : માળીયા તાલુકાના વિરવિદરકા નજીક આવેલ સિરામિક ફેકટરીની ઓરડીમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું, મૃતક પરિણીતાના દોઢેક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં આવેલ ક્યુલેક્સ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની હેતલબેન જિગરભાઈ કમેજળીયા ઉ.28 નામના પરિણીતાએ ગઈકાલે બપોરના સમયે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હેતલબેનના 1 વર્ષ 5 મહિના પૂર્વે લગ્ન થયા હોવાનું અને સાસુ, સસરાથી અલગ રહેતા હોવાનું તેમજ કોઈ સંતાન ન હોવાનું બહાર આવ્યું છે. હાલમાં માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.