હળવદ તાલુકાના સાપકડા ગામની ઘટનામાં બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે જુના મનદુઃખમાં બાઈક લઈને જઈ રહેલા યુવાન ઉપર પથ્થરના ઘા કરવામાં આવતા આ યુવાન હુમલાખોરને સમજાવવા જતા હુમલાખોરે તલવારથી અંગુઠો કાપી નાખી અન્ય સહેદને સણેથા વડે માર મારતા બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરિભાઈ ચાવડા તેમજ તેમના ભાઈ ભાવેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે આરોપી પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ પથ્થરનો ઘા ઝીકતા બન્ને ભાઈઓ આરોપી પ્રભુભાઈ ચાવડાની ઘેર જતા ઉશ્કેરાયેલા આરોપી પ્રભુભાઈ મગનભાઈ ચાવડા અને ભવાનભાઈ મગનભાઈ ચાવડાએ ફરિયાદી પ્રકાશભાઈ ઉપર તલવાર વડે હુમલો કરી જમણા હાથના અંગુઠાના ભાગે તલવાર ઝીકતા અંગુઠો કપાઈ ગયો હતો જ્યારે સાહેદ ભાવેશભાઈને આરોપીઓએ સણેથાના ઘા મારી ઇજાઓ પહોંચાડતા બન્ને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.