હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા દિનેશભાઇ બચુભાઇ પટેલની વાડી ભાગમાં વાવવા રાખનાર આરોપી નિલેશભાઈ ઉર્ફે મુકો ઉકારભાઈ બારીયા અને આરોપી હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા રહે.ધાનપુર, દાહોદ વાળાઓ ગત તા.4ના રોજ ફરિયાદીની વાડીએ રાખેલ 49 મણ જીરું કિંમત રૂપિયા 1,71,500 તેમજ વાવવા માટે રાખેલ બિટી કપાસ બિયારણની 13 બેગ કિંમત રૂપિયા 11,700 મળી કુલ રૂ.1,83,200નો મુદ્દામાલ લઈ નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.