વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવાપરામાં એક બાળક ઘરમાં પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. નવાપરા ગામમાં GIDC વિસ્તારમાં રહેતા મુન્નાભાઇ મીઠાપરાનો આશરે 2 વર્ષનો દીકરો અજય ગત તા. 20ના રોજ પોતાના ઘરે પડી જતા માથાના ભાગે ઈજા થઇ હતી. તેથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે તા. 24ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરી, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.