મોરબી : આજે તા.23 ના રોજ નાનીવાવડી ગામ પાસે કબીર આશ્રમની બાજુમાં આવેલ કેનાલમાં વહેલી સવારે એક જંગલી નીલગાય પાણી પીવા કેનાલમાં જતા લપસીને કેનાલમાં પડી ગયેલ હતી. તેને બચાવવા માટે આસપાસના લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવેલ હતો. તેમજ યદુનંદન ગૌશાળાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી, મૃત્યુના આરે પહોંચી ગયેલ આ નીલ ગાયને બચાવવામાં સફળતા મળી હતી. આ અબોલ વન્ય પ્રાણીને બચાવવા માટે સમાજ સેવક અને ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલ તેમજ ફોરેસ્ટ વિભાગના ગોહિલભાઈ, વાળાભાઈ તેમજ રિટાયર ફોરેસ્ટ ઓફિસર ગોગરાભાઈ તેમજ યદુનંદન ગૌશાળાના કાનાભાઈ તેમજ તેમના સ્ટાફ સહિતના લોકોએ આ નીલગાયને બચાવવા માટે જહેમત ઉઠાવેલ હતી. અને હેમખેમ બહાર કાઢીને આ નીલગાયને જંગલમાં મૂકવા માટેની વ્યવસ્થા કરી હતી. અને ભવિષ્યમાં આ રીતે જંગલી પશુઓ કે ગાય ભેંસ જેવા પશુઓ કેનાલમાં ન પડે તે માટે કેનાલની બંને તરફ કાંટાળી તારની વાળ કરવા માટેની રજૂઆત કરવા માટે આયોજન કરેલ હતું. જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં નિર્માણ ન પામે.