મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સોની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 11 માર્ચના રોજ મોરબીના વીસીપરા સ્મશાન પાસે રોકડ રકમ રૂ. 3,400 સાથે ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઇમરાનભાઇ મુસાભાઇ ખુરેશી (ઉ.વ. ૨૪, ધંધો રી.ડ્રા, રહે. વીશીપરા, કુલીનગર-૧, મોરબી-૨), સીકંદરભાઇ ઇસ્માઇલભાઇ શાહમદાર (ઉ.વ. ૩૮, ધંધો મજુરી, રહે. વીશીપરા, ફુલછાબ કોલોની, સીસ્ટરના બંગલા પાસે, મોરબી-૨) તથા તેજાભાઇ માધુભાઇ સુરેલા (ઉ.વ. ૫૦, ધંધો મજુરી, રહે. વીશીપરા, કુલીનગર-૧, મોરબી-૨)ની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.