ખેતમજૂરી કરતા દંપતીએ ઝેરી દવા પી લેતા મોરબી સારવારમાં મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા ખેતશ્રમિક પતિ - પત્નીએ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઇ પટેલની વાડીએ રહી ખેતી કરતા રીનેશભાઇ સુખદેવભાઇ સીમલદેવ ઉ.21 અને અરુણાબેન રીનેશભાઇ સુખદેવ ભાઇ ઉ.18 નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બન્નેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બન્ને ભાનમાં હોવાનું અને એકાદ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટના અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.