રાત્રીના જમવા માટે ચા લેવા બહાર ગયો ને જેતપર રોડ ઉપર ડમ્પર ચાલકે હડફેટે લીધો મોરબી : અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલા જેતપર રોડ ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે પાણી પુરી વેચી પેટિયું રળતા યુવાનને હડફેટે લેતા આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જો કે મોટાભાગના અકસ્માતના કિસ્સાની જેમ આ કિસ્સામાં પણ નંબર પ્લેટ વગરનો કાળમુખો ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર ગત તા.22ના રોજ મોડીરાત્રે પાણી પુરીના ધંધાર્થી મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ રંગપર ખાતે ભાડાની ઓરડીમાં રહેતા રામુભાઈ રામસ્નેહીભાઈ નિશાદના મોટર સાયકલને હડફેટે અજાણ્યા ડમ્પર ચાલકે અકસ્માત સર્જી નાસી જતા ગંભીર ઇજાગ્રસ્ત રામુભાઈ પ્રથમ રાજકોટ બાદ અમદાવાદ સારવારમાં ખસેડયા હતા જ્યાં મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે રંગપર ખાતે રહેતા મૃતક રામુભાઈના ભાઈ રામશ્યામ રામસ્નેહી નિશાદે તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તા.22 ના રોજ તેમના ભાઈ નિત્યક્રમ મુજબ જમવા સાથે ચા પીતા હોય ચા લેવા માટે બાઈક લઈને ગયા બાદ પરત ન આવતા અન્ય લોકોએ અકસ્માત અંગે જાણ કરી હતી અને બાદમાં અકસ્માત સ્થળે પહોંચતા મૃતક રામુભાઈએ અજાણ્યા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું જણાવતા ગઈકાલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..