જોખમી કુંડીમાં દરરોજ ખાબકતા વાહનો મોરબી : મોરબી પાલિકામાં ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું પરંતુ શહેરની કરોડરજ્જુ સમાજ લાતી પ્લોટની ઘોર ઉપેક્ષા જ કરવામાં આવી છે અને અને આ ઘોર ઉપેક્ષાના કારણે લાતી પ્લોટની બદતર હાલત થઈ ગઈ છે. આમ તો લાતી પ્લોટ માં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ હોય એમ ગટર દરરોજ ઉભરાઈ રહી છે અને આના કારણે અહીં ધંધા રોજગારને પણ ભારે અસર થઇ રહી છે. અને લોકો પણ અનેક વખત ફરિયાદ કરવા છતાં આનો કોઈ ઉકેલ ન આવતા આ સમસ્યાઓ સાથે જીવવા ટેવાઈ ગયા છે. ત્યારે છેલ્લા છ મહિના થયા લાતી પ્લોટ શેરી નંબર - 6 માં ગટરનું પાણી રોડ ઉપર વરસાદના પાણીની માફક વહે છે છે. ત્યારે ગટરની વચ્ચે નાખેલા ભૂગર્ભના ઢાંકણા કાં તો તૂટેલા હોય છે અથવા બેસી ગયેલા હોય છે. આવા જ એક બેસી ગયેલ કુંડીના ઢાંકણામાં આજે સવારે અહીં ટ્રેકટર, બાઈક સહીત અનેક વાહનો ખાબક્યા હતા આવા ઢાંકણાને કારણે અહીં દરરોજ અનેક વાહનો ભૂગર્ભ કુંડીમાં ખાબકે છે અને હાલાકી ભોગવે છે ત્યારે પાલિકા તંત્ર આ ભૂગર્ભ ગટરની ખુલી કુંડીની યોગ્ય મરામત કરી લોકોને હલકીમાંથી છુટકારો આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે