મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે રહેતા યુવાન વિરુદ્ધ સાત ઈસમોએ ખોટા આરોપો સાથેની અરજી કરતા આ યુવાને મારા વિરુદ્ધ કેમ ખોટી અરજી કરી તેવું પૂછતાં સાતેય શખ્સોએ યુવાનને ધમકાવતા ડરી ગયેલા યુવાને ફિનાઈલ પી જતા પોલીસે સાતેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જેપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ (૧) સંજયભાઇ પોપટભાઇ મકવાણા (૨) ડાયાભાઇ મેઘાભાઇ સોલંકી (૩) સુધીરભાઇ ગોવિંદભાઇ (૪) પોપટભાઇ સીદાભાઇ મકવાણા (૫) જીતેન્દ્રભાઇ ડાયાભાઇ સોલંકી (૬) દેવજીભાઇ પોપટભાઇ મકવાણા (૭) ગોવિંદભાઇ શામજીભાઇ મકવાણા રહે-બધા જેપુર વાળાઓએ આક્ષેપો સાથે અરજી કરી હોવાથી મહેન્દ્રભાઈએ મારા વિરુદ્ધ શા માટે અરજી કરી એવું પૂછતાં સાતેય ઈસમોએ ગાળો આપી મારી નાખવા ધમકી આપતા ગભરાઈ ગયેલા મહેન્દ્રભાઈએ ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના અંગે પોલીસે મહેન્દ્રભાઇની ફરિયાદના આધારે સાતેય વિરુદ્ધ IPC કલમ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..