પાકીટમારોની હાથ ચાલાકીનો બે કાઉન્સિલરો અને જ્ઞાતિના આગેવાનો સહિત અનેક લોકો શિકાર બન્યા મોરબી : મોરબીમા ગઈકાલે ભાગવત કથાની શહેરના મુખ્યમાર્ગો નીકળેલી ભવ્ય પોથીયાત્રા દરમિયાન વચ્ચે રૂટ ઉપર દરેક જ્ઞાતિ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હોય ત્યારે ભીડ અને ધક્કામુકીનો લાભ લઇ પાકિટમારોએ રીતસર આંતક મચાવ્યો હતો. પોથીયાત્રામા ફુલહાર વખતે જ જુદી-જુદી જ્ઞાતિના આગેવાન અને સેંકડો લોકોના પાકીટ ગુમ થયા હતા અને ખાસ લોકો ફૂલહાર કરે ત્યારે ધકકામુકીનો લાભ લઇ પાકીટ કાઢી લેવાયા હતા. જેમાં બે કાઉન્સિલરોના પણ પાકીટ ચોરાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના જાગૃત નાગરિક અનિલ ખારેચાએ જણાવ્યું હતું કે પોથીયાત્રામાં ભારે ભીડ હતી. પણ પાકિટમારોએ જ્યાં જ્યાં સ્વાગત સન્માન થતું ત્યાં પોથીયાત્રા ઉભી રહી હોય ભીડ અને ધક્કામુકીનો લાભ લઈ અનેકના ખિસ્સા હળવા કર્યા હતા. ખાસ કરીને આ પાકિટમારોનો સન્માન કરવા જતા જ્ઞાતિના આગેવાનોને જ જાણે ટારગેટ કર્યા હતા. સ્કાય મોલ પાસે પણ સત્કાર સમારંભ વખતે ઘણા લોકોના ખિસ્સા કપાયા હતા. જો કે, જે તે સમયે તુરંત હાજર પોલીસને જાણ કરાઈ હતી. પરંતું પોલીસે વિધીવત ફરીયાદ નોંધીને પછી ફુટેજ ચેક થશે તેમ જણાવ્યું હતું. દરમિયાન નવા બસ્ટેન્ડ સામે પોથીયાત્રાના ફૂલહાર વખતે સાંજના સમયે ખિસ્સા કાતરુંઓએ તરખાટ મચાવ્યો હોય કોઇ વ્યક્તિએ મોબાઈલમા વિડિયો શુટ કરેલ હોય તો તે વીડિયો પોલીસને આપવાની અપીલ કરી છે. બાકી ઠેર- ઠેર પાકીટ ખિસ્સાકાતરૂઓ પોથીયાત્રામાં મોટો હાથ માર્યો હતો. જેમાં નવા બસ સ્ટેશન સામે વોર્ડ નં 8 તથા એક જ્ઞાતિ દ્વારા સ્વાગત સન્માન દરમિયાન ભીડનો લાભ લઈ અહીંથી 20થી 25 લોકોના ખિસ્સા કપાયા હતા. પોથીયાત્રામાં ભીડ વધુ હોય ખિસ્સા કપાયાનો આંક બહુ જ મોટો હોવાથી આ બનાવની રજુઆત થયા બાદ જ કેટલા લોકોના ખિસ્સા કપાયા તેની સાચી વિગત બહાર આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..