મોરબી : મોરબીના જેતપર નજીક પેપરમિલમાં નાઈટ શિફ્ટમાં નોકરી પુરી કરી કાગળ ઓઢીને સુતેલા યુવાન ઉપર લોડર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાનાએ રંગપર નજીક આવેલ ઓરોઝોન સિરામિક ફેકટરીમાં નાઈટ શિફ્ટમાં કામ પૂરું કરી મુનેશભાઈ ઉર્ફે મુકેશભાઈ લાલરામભાઈ રવિદાસ ઉ.18 નામનો યુવાન કારખાના બહાર કાગળ ઓઢીને સૂતો હતો ત્યારે જીજે - 36 - એસ - 1952 નંબરના લોડર ચાલકે બેદરકારીથી લોડર ચલાવી મુનેશભાઈ ઉપર લોડર ચલાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મુનેશભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પિતાએ લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.