મોરબી : મોરબીમાં યુવાનોએ રોકડ તથા કિંમતી ડોકયુમેન્ટથી ભરેલ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હોય તેવા બે સરાહનીય કિસ્સા સામે આવ્યા છે. મોરબીના રહીશ નકુમ વિઠાભાઈ ખોડાભાઈને અવની ચોકડી પાસેથી આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એ.ટી.એમ. કાર્ડ અને રૂ. 20,000ની રોકડ રકમ ભરેલું પાકીટ મળ્યું હતું. તે તેમને મૂળ માલિક રાજપર નિવાસી રમેશભાઈ મોતીભાઈ પટેલને ઈમાનદારીપૂર્વક પરત કર્યું હતું. આ ઉપરાંત, ધામેચા વૈભવ તથા પટેલ રાજને મોરબીના નવા એસ.ટી. ડેપો પાસેથી બે એ.ટી.એમ. કાર્ડ, એક ક્રેડિટ કાર્ડ, એક લાયસન્સ અને રૂ. 350ની રોકડ રકમ ભરેલું પાકીટ મળ્યું હતું. જે તેઓએ પાકીટના મૂળ માલિક મહેશ જેવરીયાને પરત કરી ઈમાનદારી દાખવી હતી.