મોરબી : મોરબીમાં સેવાભાવી યુવાનોએ વિશ્વ પર્યાવરણ દિવસ અને રાજકોટ TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી મુત્યુ પામનાર દીવંગતોના મોક્ષાર્થે કીડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને રંગોળી દોરીને વૃક્ષારોપણનો સંદેશો આપ્યો હતો.પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર, સાગર કડીવાર, અલ્પેશ ઉધરેજા અને શૈલેષ ભોજાણી દ્રારા કીડીયારું પુરીને ગેમઝોનના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં 51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા. જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે.