સમગ્ર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો જાગૃત મહિલાઓનો નીર્ધાર મોરબી : મોરબીમાં મહિલાઓને સતત બીજી વખત સ્વચ્છતા અભિયાન હાથ ધરીને રિલાયન્સ નગર સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગોની સાફ સફાઈ કરી હતી. વધુમાં સમગ્ર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે આગામી દિવસોમા પણ સફાઈ અભિયાન ચાલુ રાખવાનો નીર્ધાર કરવામાં આવ્યો છે. મોરબીની જાગૃત મહિલાઓએ તાજેતરમાં શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ આજે ફરી આ મહિલાઓએ રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં મહિલાઓએ મેઇન રોડ તેમજ સોસાયટીના રસ્તાઓની હોંશભેર સાફસફાઈ કરી હતી. આ અંગે કંચનબેને જણાવ્યું કે શહેરીજનોએ જ્યા ત્યાં કચરો ફેંકવાનું ટાળવું જોઈએ. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો જોઈએ. ઉપરાંત શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે આ રીતે સતત સ્વચ્છતા અભિયાન મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. આ અંગે ડો. ક્રિષ્ના અઘારાએ જણાવ્યું કે તેઓએ અગાઉ ગત શુક્રવારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આજ રોજ ફરી તેઓ દ્વારા બીજી વખત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. તમામ શહેરીજનો જાગૃત બનીને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખતા થાય તેવા આશયથી આ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામા આવ્યું છે. હાલ મહિલાઓ તેઓનું કામ પડતું મૂકીને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. આમ અન્ય લોકોએ પણ આ રીતે આગળ આવીને શહેરને સ્વચ્છ સાથોસાથ હરિયાળું બનાવવાના આ સંકલ્પમાં સહભાગી બનવું જોઈએ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne