મોરબી : તારીખ 26ને શુક્રવારે જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા મોચી જ્ઞાતિના સંત ભક્ત લાલાબાપાની 78મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે જાગા સ્વામી મિત્રમંડળ અને સમસ્ત મોચી સમાજ, મોરબી દ્વારા લાલાબાપાની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ શેરી નંબર-8, વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રભાઈ નાગર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, કાંતિલાલ રાઠોડ, દિનેશભાઇ પરમાર તથા દિલીપભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.