રમઝાન ઈદમા વાવડી રોડે દેવ ફનવર્ડમા ફરવા ગયેલા નવા ગામના યુવાન ઉપર હુમલો થતા ફરિયાદ મોરબી : મોરબીના વાવડી બગથળા રોડ ઉપર આવેલ દેવ ફનવર્ડમા રમઝાન ઈદના દિવસે ફરવા ગયેલા યુવાનનો ખંભો અન્ય યુવાન સાથે ભટકાતા નજીવી બાબતે ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાવડીથી બગથળા રોડ ઉપર આવેલ દેવ ફનવર્ડમાં રમઝાન ઈદના તહેવાર ઉપર ફરવા આવેલ માળીયા તાલુકાના નવાગામના રહેવાસી રમઝાનભાઈ મુરાદભાઈ કટિયા ઉ.21 નામનો યુવાન પરત ઘરે જવા નીકળતો હતો ત્યારે તેનો ખંભો આરોપી ઇરફાન સંધવાણી રહે. માળીયા વાળા સાથે ટકરાતા આરોપી ઇરફાન સંધવાણી ગાળો આપવા લાગતા ફરિયાદી રમઝાનભાઈએ ગાળો નહિ આપવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી ઇરફાન સંધવાણી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ રમઝાનભાઈના ખંભા ઉપર છરીના ઘા ઝીકી બાદ તેઓ પડી જતા બે અજાણ્યા શખ્સોએ પકડી રાખતા શરીરના અન્ય ભાગો ઉપર આરોપી ઇરફાને છરીઓના ઘા ઝીકતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.