મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈકાલે પોલીસે જુગારના દોરડા પાડ્યા હતા અને મોરબી તથા વાંકાનેરમાં વરલી ફિચર અને તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીને આધારે ત્રાજપર ચોકડી પાસે મોરબી-૨ માં જાહેરમા વરલી ફિચરના આકડા લખી જુગાર રમતા આરોપી પ્રવીણભાઇ ઝવેરચંદભાઇ મહેતાને કુલ મુદામાલ કીં.રૂ. ૧,૭૨૦ સાથે ઝડપી લીધો હતો. બીજા બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કુભારપરા રામપીર મંદીર જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ નવઘણભાઈ વજાભાઈ શામળ, લાલજીભાઈ બાબુભાઈ સારદીયા, રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા, અનીલભાઈ નરશીભાઈ તાવીયાને કુલ રોકડા રૂ. ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..