શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા પોલીસની સતત તવાઈ મોરબી/વાંકાનેર : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મૌસમ જામી જતા આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા પોલીસની સતત તવાઈ ઉતારી છે. જેમાં ગઈકાલે મોરબી અને વાંકાનેરમાં પોલીસે ત્રણ સ્થળે શ્રાવણીયા જુગાર પર દરોડા પાડી જુગાર રમતા 17 ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના જામસર ગામે, રામાપીરના મંદીરની પાસે જાહેરમાં ગોળ કુડાળુ વળી લાઇટના અજવાળે ગંજીપતાના પાના તથા પૈસા વતિ તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા આરોપીઓ પ્રવીણભાઇ જીવાભાઇ ઇન્દરીયા, પ્રવીણભાઇ જસરાજભાઇ દેલવાડીયા, વિનોદભાઇ બચુભાઇ દંતેસરીયા, ભરતભાઇ સગ્રામભાઇ કટોણાને રોકડ રૂપીયા ૧૨,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે વાંકાનેરના ગાંગીયાવદર ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ હરેશભાઇ ત્રીકમભાઇ ડાભી, હરજીભાઇ જીણાભાઇ ખમાણી, રસીકભાઇ લવજીભાઇ ધરજીયા, ભીખાભાઇ નાથાભાઇ ધરજીયા, રાજેશભાઇ ધરમશીભાઇ ધરજીયા, શાંતિલાલ હેમુભાઇ ધરજીયા, પરબતભાઇ ભલાભઇ ધરજીયા, વિનોદભાઇ સુરાભાઇ ઘરજીયા, દિનેશભઇ છનાભાઇ ધોરીયા, મુકેશભાઇ લધરાભાઇ ધરજીયાને રોકડ રૂપીયા ૧૦,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શકિત ચોક સામે રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ વ્રજલાલભાઇ નાથાભાઇ જાદવ, સતાભાઇ બેચરભાઇ રાવા, સંજયભાઇ કાનાભાઇ ખીંટને રોકડા રૂપીયા ૬,૨૫૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..