મોરબી: મોરબીમાં પારિવારિક ઝઘડામાં વહુએ ગુસ્સે થઈ સાસુને ઢીંકાપાટુનો માર મારતા ઘરની વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. લીલાપર રોડ પર સાત હનુમાન મંદિર નજીક રહેતા 55 વર્ષીય સંધ્યાબેન રાજેશચંદ્ર મહેતાએ એ.ડીવી. પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી કે, પારિવારિક વિવાદમાં ઉશ્કેરાઈને તેમના દીકરાની વહુએ પોતાને ઢીંકાપાટુનો માર માર્યો છે. ઉક્ત બનાવની ફરિયાદ નોંધાતા એ.ડીવી. પો. સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ચાવડાએ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.