બી ડીવીઝન પોલીસે ત્રાજપરમાં અને તાલુકા પોલીસે ટીમ્બડી ગામે જુગાર દરોડાની કાર્યવાહી કરી મોરબી : મોરબી સિટી બો ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસે જુગાર દરોડાની બે અલગ અલગ કાર્યવાહીમાં જુગાર રમતા બે મહિલા અને ત્રણ પુરુષોને ઝડપી લીધા હતા. જુગાર અંગેના પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે ત્રાજપર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા મીનાબેન અવચરભાઇ સનુરા, બબીબેન જયંતીલાલ મકવાણા અને જયંતીભાઇ પ્રભુભાઇ સનુરાને રોકડા રકમ રૂપિયા 2360 સાથે ઝડપી લીધા હતા. જ્યારે મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામમાં પ્રાથમીક શાળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ઇન્દિરા નગરમાં રહેતા ગોવિંદભાઇ ધીરૂભાઇ સુરેલા અને કુલીનગરમાં રહેતા સંજયભાઇ હકાભાઇ વીંજવાડીયા તિનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.1000 રોકડા જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.