મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં પાણીનો ટાંકો છલકાઈ જતા પાણી શેરીમાં આવતા પાડોશમાં રહેતા બે શખ્સોએ ત્રણ યુવાનને અડધી રાત્રે હોકીએ હોકીએ ફટકારતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં ભાડાના મકાનમાં રહેતા અને પવનચક્કી કંપનીના કર્મચારીઓ માટે રસોઈ બનાવવાનું કામ કરતા લોપારામ કાનારામ મીના પોતાના ઘેર હતા પાણીનો ટાંકો છલકવાથી પાણી શેરીમાં આવતા પાડોશમાં રહેતા આરોપી સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજાએ ગાળા ગાળી કરી ઘરમાં ઘુસી ફ્રીજ, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ હોકી વડે તોડી નાખી હતી. વધુમાં આરોપીઓને આવું નહિ કરવા કહેતા બન્નેએ ફરિયાદી લોપારામ, સાહેદ પાર્થ તેરૈયા અને સિદ્ધાર્થ લોહરને હોકી વડે માર મારતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.