મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી મળી આવેલા બાળકોના વાલી વારસની શોધખોળ મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ગતરાત્રીના માતાપિતાથી વિખુટા પડેલા બે બાળકો મળી આવ્યા છે, મોરબી ચાઈલ્ડ લાઈન દ્વારા હાલ બન્ને બાળકોના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ગતરાત્રીના બે બાળકો મળી આવ્યા છે અને તેઓ મૂળ ધોળા (રંઘોળા ચોકડી ઢસા) ના રહેવાસી છે. બાળકોના જણાવ્યા મુજબ તેઓની સાથે તેના મમ્મી-પપ્પા બંને હતા. બાળકોનું કાઉન્સિલિંગ કરતા માલુમ પડ્યું કે એક બાળકનું નામ નિતીન સુરેશભાઈ કોળી અને બીજા બાળકનું નામ અનમોલ સુરેશભાઈ કોળી છે. તેઓ બંને સગા ભાઈઓ છે. જેમાં નિતીનની ઉંમર છ વર્ષ અને અનમોલની ઉંમર આશરે સાત વરસની છે. તેઓ ગુજરાતી ભાષા બોલે છે. નિતીન ચોથા ધોરણમાં અને અનમોલ ત્રીજા ધોરણમાં ભણે છે. તેમના દાદા નું નામ બાબુભાઈ અને દાદીનું નામ હંસાબેન છે. હાલ બંને બાળકોને મોરબી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ના દિપ્તી હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ બાળકોના માતા-પિતાની જાણ થાય તો મોબાઇલ નંબર 9316755311 અથવા 9081095181 પર સંપર્ક કરવા અનુંરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..