આજે વિધિ અનુસાર મંડપ મુહૂર્ત કરાયું, હવે કાલે હસ્ત મેળાપ, રાસગરબા અને ભોજન સમારોહનું આયોજનમોરબી : મોરબીમાં કોઠાવાળા મચ્છું યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના પાંચમા સમૂહ લગ્નનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આવતીકાલે 35 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે.મોરબીના સામાકાંઠે જુના ઘુટુ રોડ ઉપર સૂર્યસ પેટ્રોલ પંપ પાછળ ત્રાજપર ચાર રસ્તા ઉપર આજે તા.19ને સોમવારે 35 નવદંપતિઓનું સવારે 8:30 કલાકે મંડપ મુહૂર્ત યોજાયું હતું. હવે કાલે તા.20ને મંગળવારે સવારે 6 વાગ્યે હસ્ત મેળાપ, 8:30 કલાકે રાસ ગરબા , 11 કલાકે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ ભરવાડ સમાજના ભામાસા બેચરભાઈ ગમારા (3001 દીકરીઓના સમૂહ લગ્ન દાતા મુ. થરાદ 2023) ખાસ નવદંપતિઓને આશીર્વાદ આપવા પધારવાના છે.