મોરબી : મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર એક શો રૂમમાં નોકરી કરતા યુવાનને પાકીટ મળી આવ્યું હતું. ત્યારે આ યુવાને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવીને આ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમા બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા રોહિત કાતરિયાને ગેસ્ટ હાઉસ રોડ પરથી રૂ. 13,500ની રોકડ ભરેલું પાકીટ મળી આવ્યું હતું. જે પાકીટ તેના મૂળ માલિકને પરત સોપવા માટે તેને સાથી કર્મચારી દેવેન્દ્રસિંહ ઝાલાની મદદ લીધી હતી અને પાકીટના મૂળ માલિક રામજીભાઈ મકવાણાનો પત્તો મેળવીને રોકડ ભરેલું પાકીટ તેને પરત કર્યું હતું. રામજીભાઈએ પણ યુવાનની પ્રમાણિકતાને બિરદાવી હતી અને રોકડ રકમ ભેટ સ્વરૂપે આપતા તેનો ઇનકાર કરીને રોહિતભાઈએ જણાવ્યું હતું કે તેને પોતાની ફરજ અદા કરી છે છતાં પણ તેઓ જો ભેટ આપવા ઇચ્છતા હોય તો તમારા ગામની ગરબીમાં દીકરીઓને ભેટ આપી દેજો આમ મોરબીના યુવાને રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274