ભક્તિનગર સર્કલ નજીક બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીમાં ફરી વ્યાજખોરોએ માથું ઊંચક્યું હોવાની ઘટના સામે આવી છે, મોરબીના શનાળા રોડ ઉપર રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત આપ્યા હોવા છતાં બે આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલ સામે રહેતા ફરિયાદી હર્ષ જગદીશભાઈએ આરોપી ભરત ઉર્ફે બી.કે. કાળુભાઇ ગોગરા પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ સહિત પૈસા પરત આપી દેવા છતાં આરોપી ભરત ઉર્ફે બી.કે અને આરોપી રાજન ભરતભાઇ કાતડ નામના શખ્સોએ ભક્તિનગર સર્કલ પાસે હર્ષને રોકી નાણાંની ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.