મોરબી : મોરબીના વૈદેહી ફાર્મ ખાતે યોજાયેલા જિલ્લા ભાજપ સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતમાં રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ મેળવેલ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. દર વર્ષે 'શિક્ષક દિન' નિમિતે સરકાર દ્વારા શિક્ષણમાં જેમને ઉત્કૃષ્ટ કામગીરી કરીને શૈક્ષણિક ગુણવત્તાની અભિવૃદ્ધિમાં અદકેરું યોગદાન આપેલ હોય, એવા શિક્ષકોને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના 'શ્રેષ્ઠ શિક્ષક''ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2014થી દર વર્ષે મોરબી જિલ્લાના શિક્ષકોની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે, એ તમામ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર નવ શિક્ષકોનું અને ચાલુ વર્ષે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પ્રાપ્ત કરનાર 10 શિક્ષકો એમ કુલ 19 જેટલા શિક્ષકોના શિક્ષકત્વનું સન્માન મોરબી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના વિવિધ મોરચાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની કદર રૂપે સાલ તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી તમામ શ્રેષ્ઠ શિક્ષકોને વૈદેહી ફાર્મ મોરબી ખાતે સન્માનિત કરાયા હતા. આ સન્માન બદલ તમામ શિક્ષકોએ દુર્લભજીભાઈ દેથરીયા (પ્રમુખ, જિલ્લા ભાજપ) તેમજ સમગ્ર ટીમનો આભાર પ્રકટ કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..