કીચડના સામ્રાજ્યને કારણે અહીંથી પસાર થતા 400 બાળકો સામે આરોગ્યનું જોખમ ઉભું થયું હતું, તંત્રની ત્વરિત કામગીરીમોરબી : સામાકાંઠે સો ઓરડીમાં મસમોટા પાણી કીચડના ખાડા ભરાયા હોય જેના કારણે પોટરી તાલુકા શાળામાં અભ્યાસ કરતા 400 જેટલાં બાળકો સામે આરોગ્ય જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રએ તુરંત મોરમ નાખી ખાડા બુરી દીધા છે.મોરબીના સામાકાંઠે સો ઓરડી જીલ્લા પંચાયત રોડ પર આવેલી પોટરી તાલુકા શાળા પાસેજ મસમોટા પાણી કીચડના ખાડા ભરાયા હતા. જ્યાંથી આ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા નાના 400 જેટલાં ભૂલકાઓ અને એના વાલીઓને આ પાણી કીચડમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડતું હતું અને રાહદારીઓને પણ આ રસ્તાપરથી પસાર થતા ભારે હલાકીનો સામનો કરવો પડતો હતો.આ જગ્યા પર અઠવાડીએ બુધવારી ભરાતી હોય જેના કારણે નાના વેપારીઓ અને લોકોને પણ હાલાકી ભોગવવી પડતી હતી. આ અંગે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા આજે આ રસ્તા પર મોરમ પાથરીને કિચડના સામ્રાજ્યનો અંત લાવ્યો છે.