મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં 'નવયુગ રાસ રમઝટ'માં વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા હતા. મોરબીમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે નવરાત્રીના નવલા નોરતા દરમિયાન નવયુગ રાસ રમઝટ - ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટૂડન્ટ્સ ખેલૈયાઓએ હોંશભેર વિવિધ વસ્ત્ર પરિધાનમાં જોડાઈને ગરબામાં ચાર ચાંદ લગાવ્યા હતા. જેમાં પ્રિન્સેસ ઓફ નવયુગનો એવોર્ડ વિડજા સ્વાતિ, વેલ ડ્રેસનો એવોર્ડ ફિચડીયા કેશવી અને બેસ્ટ પર્ફોમરનો એવોર્ડ જાડેજા ખુશીબાને મળ્યો હતો. નિર્ણાયક તરીકે જીજ્ઞાસાબેન ગોસ્વામી અને સિલ્વાબેન કામરીયા એ ફરજ બજાવી હતી. આયોજનને સફળ બનાવવામાં સર્વે કોલેજ સ્ટાફે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..