તબિયત નાદુરસ્ત હોવાના કારણે અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર મોરબી : 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. કાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ઉપસ્થિત નહિ રહે. જેથી કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ભારતના 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આવતીકાલે બુધવારના રોજ સવારે 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,જેઈલ રોડ,મોરબી ખાતે કરવામાં આવશે.જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના વરદ્દ હસ્તે યોજાનાર હતો. પણ તેઓ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહેવાના ન હોય, તેમની બદલે જિલ્લા કલેક્ટર ધ્વજવંદન કરવામાં આવનાર છે.