બી ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરીમોરબી : મોરબીના સામાકાંઠે ભેજાબાજોએ રેતીના ઢગલામાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. જો કે બી ડિવિઝન પોલીસે આ જથ્થો શોધી કાઢી બે શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં સામાકાંઠે જુના ઘુટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રવિભાઈ રમેશભાઈ વીંઝવાડિયાના ઘર પાસે રેતીના ઢગલામા છુપાવેલ દારૂની 26 બોટલ કિંમત રૂ.25889 બી ડિવિઝન પોલીસે શોધી કાઢી તેને જપ્ત કરી છે. આ સાથે પોલીસે રવિભાઈ રમેશભાઈ વીંઝવાડિયા અને દેવેન્દ્ર ઉર્ફે બબો મનુભા રાણા સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.