મોરબી : મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારની હર્ષલ્લાસપૂર્વક આજે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રજા માટે કામ કરતા કર્મચારીઓને ભાવભેર રાખડી બાંધવામાં આવી હતી. પરંપરા મુજબ દુર્ગાવાહીનીના બહેનો દ્વારા સફાઈ કામદાર, ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, નગરપાલિકાના કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ, ડૉક્ટરો, મનોવિકલાંગ ભાઈઓ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધિકારી વિહિપ તથા બજરંગદળના અધિકારી તથા કાર્યકર્તા બંધુઓ તથા સંતો મહંતો અને તેમજ અલગ અલગ ૧૭ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્રના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીના ૧૬ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.