મોરબી : મોરબીમાં નવલખી રોડ પર તસ્કરો બાંધકામની સાઇટ પરથી સિમેન્ટની થેલીઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ સિમેન્ટ ચોરીની અરજી પાછી ખેંચી લેવા ફરિયાદીને ધમકી આપવામાં આવી છે. આ કેસમાં સિમેન્ટની ચોરીના આરોપીઓ કાનજી તથા સવજીએ ગત તા. 22ના રોજ ફરિયાદીને મોબાઈલ પર કોલ કરી 'સિમેન્ટની ચોરી બાબતે જે ફરીયાદ કરેલ છે, તે પાછી ખેંચી લેજે' તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આથી, ધમકી બાબતે મનસુખભાઇ ખોડાભાઇ કામરીયાએ આરોપીઓ સામે ફરી ફરિયાદ નોંધાવી છે. જો કે આ કેસમાં ગઈકાલે પોલીસે કાનજીભાઇ ઉર્ફે કાનો ગોવીંદભાઇ ચાવડા, પંકજભાઇ ધીરૂભાઇ ચાવડા અને સવાભાઇ ઉર્ફે બાબભાઇ પરબતભાઇ ડાંગરની અટકાયત કરી છે.