મોરબી : સ્વ. વેલજીભાઈ આંબાભાઈ ફેફરને બેસણામાં શ્રદ્ધાંજલિ આપવા તેમજ ડો. મહેન્દ્રભાઈ ફેફર નક્ષત્ર હોસ્પિટલની પ્રેરણાથી તેમના પરિવાર દ્વારા સુભાષ નગર સોસાયટી શેરી નંબર 1માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 101 રક્તદાતાઓએ રક્તદાન કરી સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં વિપુલભાઈ, મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુભાઈ, દિનેશભાઈ તેમજ ફેફર પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પૂજ્ય સ.ગુ. પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ ફેફર પરિવાર, આયોજકો, તેમજ રક્તદાતાશ્રીઓનો આભાર માન્યો હતો.