મોરબી : મોરબીમાં ફેફર પરિવારે દાદાના બેસણામાં 500 રોપાનું વિતરણ કરી પર્યાવરણ જતન માટે સેવાકાર્ય કરી ખરા અર્થમાં દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબીના છાત્રાલય રોડ પર આવેલી શ્રીકુંજ સોસાયટીમાં રહેતા સવજીભાઈ હરજીભાઈ ફેફરનું 90 વર્ષની વયે ગત 1 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. ગઈકાલે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ તેમનું બેસણું છાત્રાલય રોડ પર આવેલા તુલસી ટ્વિન્સ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ફેફર પરિવારે બેસણામાં આવતા સ્વજનોને 500 રોપાનું વિતરણ કર્યું હતું તેમજ 300 કિલો પક્ષીઓ માટે જારનું વિતરણ કરીને દાદાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.