અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપમાં બનેલો બનાવમોરબી : મોરબીના અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપમાં શેરીમાં પાણી ઢોળવાની ના પાડતા પડોશમાં રહેતી બે મહિલાઓએ મહિલાને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા અમરેલી રોડ ઉપર અંબાજી ટાઉનશીપમાં રહેતા વર્ષાબેન દલપતભાઈ મકવાણાએ તેમના પડોશમાં રહેતા આરોપી વિલાસબેન પાર્થભાઈ સોની અને મુન્નીબેન બાબુભાઇ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી વિલાસબેન શેરીમાં પાણી ઢોળતા હોય જેથી વર્ષાબેને પાણી ઢોળવાની ના પાડતા બન્ને આરોપીઓએ બોલાચાલી કરી છૂટો પથ્થરનો ઘા મારી ઇજાઓ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા બન્ને વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.