મૃતકના ભણેજે નોધાવી ફરિયાદ : કાર અને હવામાં ફાયરીગ થયાનો ઘટસ્ફોટ : પોલીસને ફાયરીગ થયાના પુરાવા હાથ લાગ્યા :પોલીસની છ ટીમો બનાવીને આરોપોઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થી ની ગત મોડી રાત્રીએ મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ તપાસમાં મૃતક ના સગ્ગા બે ભત્રીજા તેના મામા સહીત 6 આરોપીઓએ તલવાર, છરીના ઘા ઝીંકી કાકાને રહેંસી નાખ્યાનું ખુલ્યું હતું. હત્યાના આ બનાવમાં ડ્રાઈવરને ઉછીના આપેલ રૂપિયાની ઉઘરાણી અને અને કાકાએ ભત્રીજાને મારેલો તમાચો કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જો કે આ બનાવમાં આરોપીઓએ ટ્રાવેલ્સના ધંધાર્થીની કાર ઉપર તથા હવામાં ફાયરિંગ કર્યાના પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે હાલ 6 આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી આ તમામ આરોપીને ઝડપી લેવા તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે. મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજા અને તેની સાથે અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, ધીમલગીરી હર્ષદગીરી ગોસ્વામી અને એઝાઝ રઝાકભાઈ પઢીયારને લઈને તેની સફેદ કલરની સેન્ટ્રો કાર નંબર GJ 01 KM 2116 માં સામાકાંઠે નટરાજ ફટાક પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટિનુભાનાં સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા અને અજયસિંહ વિજયસિંહ જાડેજા સહીત 6 શખ્સો બે કારમાં ટીનૂભાની કાર ને આંતરી હતી અને આ 6 આરોપીઓએ તલવાર અને છરીના ઘા ઝીંકી ધ્રુવકુમારસિંહ જાડેજા ની કરપીણ હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ધ્રુવકુમારસિંહ સાથે કારમાં સવાર અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, ધીમલગીરી હર્ષદગીરી ગોસ્વામીને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે. આ બનાવના પગલે મોરબી ડીવાયએસપી બન્નો જોશી એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ આર.ટી.વ્યાસ, એસઓજી પીઆઈ એસ.એન.સાટી, બી-ડિવિઝન પીઆઈ આઈ. એમ.કોંઢિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટનાસ્થળે બારીકાઈ પુર્વક નિરીક્ષણ કરીને આ સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી..આ બનાવ અંગે ટિનુભાનાં ભાણેજ અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાએ મૃતકના બે સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, અજયસિંહ વિજયસિંહ જાડેજા અને તેના મામા દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા, મુકેશ ભરવાડ, કુમારભાઈ તથા એક અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજાએ તેના કાકા ધ્રુવકુમારસિંહ ઉફે ટીનુભા જડેજાના ડ્રાંઇવર ધીમલગીરીને હાથ ઉછીના પૈસા આપ્યા હતા.આ પૈસા ડ્રાંઇવર પાસેથી પરત લેવા ઝઘડો થયો હતો.તેથી ગતરાત્રે આરોપીઓ ધ્રુવકુમારસિંહ ઉફે ટીનુંભા જડેજાને નટરાજ ફાટક પાસે બોલાવ્યા હતા. અને ટીનુભા સહિત ચાર શખ્સો કારમાં નટરાજ ફાટક પાસે ગયા હતા અને ગતરાત્રે પોણા ચાર વાગ્યાની આસપાસ બનેલા આ બનાવમાં આરોપીઓ તલવાર પાઇપ ધોકા બંદૂક સહિતના હથિયારો ધારણ કરી ત્યાં આવીને ટીનુંભાઈની કરપીણ હત્યા કરી નાખી હતી.તેમજ મૃતક સાથે રહેલા તેના ભણેજ અર્જુનસિંહ અને ધીમલગીરી પર હુમલો કરતા આ બન્ને ઇજા પહોંચી હતી.એટલું જ નહીં આરોપીઓ ઘાતક હથિયારોથી કારમાં તોડફોડ કરી હતી અને કુલ ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી ના કારણે આ હત્યાનો બનાવ બન્યાનું ખુલ્યું હતું. જેમાં ટિનુભાના ડ્રાઇવર ધીમલગિરી ને આરોપી જયરાજસિંહ જાડેજા એ ઉછીના પૈસા આપ્યા હતા. આરોપીએ આ પૈસાની ઉઘરાણી કરતા ઝઘડો થવાથી આ બનાવ નો લોહિયાળ અંજામ આવ્યો હતો. ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે આરોપીએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેમાં બે રાઉન્ડ ફાયરિંગ હવામાં અને એક કારમાં રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી 2 જીવતા કાર્ટીસ મળી આવ્યા છે અને કારમાં પણ ફાયરિંગ ના નિશાન જોવા મળ્યા છે. પોલીસની તપાસમાં મૃતક ટીનુભા સામે બે હત્યાના ગુના નોંધાયેલા છે અને તે હમણાં જ જમીન પર છૂટ્યા હતા.જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, બી ડિવિઝન ડી સ્ટાફ મળી કુલ 4 ટિમો બનાવી હત્યા નિપજાવનાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news