'વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત 35 થી 40 વેપારીઓએ સ્વયંભૂ દબાણો હટાવ્યા: વારંવાર દબાણ કરનારની મિલકત સીલ કરાશેમોરબી : મોરબી કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક અને રોડ પરના દબાણની સમસ્યા ઉકેલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત મોરબીના મચ્છીપીઠથી લઈને આસ્વાદ પાન સુધીના માર્ગ પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે.આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના દુકાનદારોએ કરેલા દબાણો દૂર કરવા 3 દિવસ પહેલા તેઓને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના પગલે અત્યારે 35 થી 40 જેટલા દુકાનદારોએ જાતે જ સ્વયંભૂ પોતાના દબાણો હટાવવાનું શરૂ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાંથી પાકા ઓટલાના દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ વધુમાં કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો વારંવાર રોડ પર દબાણ કરે છે તેઓને આઇડેન્ટિફાય કરીને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવશે. જો નોટિસ આપવા છતાં પણ તેઓ દબાણ કરવાનું ચાલુ રાખશે, તો મહાનગરપાલિકાના નિયમો મુજબ તેમની દુકાનો સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ફરીથી આ પ્રકારના દબાણો ન થાય.#Morbi #MorbiUpdate #MorbiNews #Encroachment #MorbiCorporation #OneWeekOneRoad #SanjaySoni #GujaratNews