મોરબી : તારીખ 19 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત મહેતા પરિવારના સૌજન્યથી તેઓના માતા પુષ્પાબેન ભુપતરાય મહેતાના જન્મદિન નિમિત્તે મોરબીમાં બે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મહેતા પરિવાર દ્વારા 19 ફેબ્રુઆરીના રોજ મોરબીની લખધીરવાસ પ્રાથમિક શાળામાં સવારે તેમજ બપોરે ડો. હસ્તીબેન મહેતાના 134/135માં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી અને સ્ટાફનું બ્લડપ્રેશન ચેકઅપ કરાયું હતું. કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્યા ડિમ્પલબેન વિડજા, ઉપાચાર્યાં ધર્મીબેન ભટ્ટ, હિતેષભાઈ છત્રોલા સહીત સ્ટાફના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ તકે શાળાના આચાર્યા તેમજ સ્ટાફ દ્વારા ડો. હસ્તીબેન મહેતાનું બહુમાન કરી એક પુસ્તક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરવામાં આવ્યુ હતું. કેમ્પ સહાયક તરીકે દર્શનાબેન ભટ્ટ, રશ્મિન દેસાઈ, કૌશિકા રાવલ સહિતનાઓ સેવાઓ પુરી પાડી હતી.