મોરબી : કોરોના જેવી મોટી મહામારી સાથે આખો દેશ લડી રહ્યો છે. ત્યારે ઘણા સેવાભાવી સંસ્થા દ્વારા સેવા કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સેવાના હેતુથી મોરબી જિલ્લામાં માલધારી યુવા સંગઠનના રાજુભાઈ ગમારા તથા તેની ટીમના સભ્યોએ ગઈકાલે શહેરમાં અલગ-અલગ જગ્યાએ જઈને ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી છે.તેમજ ગાયોને ઘાસ ખવડાવીને જીવદયાનો સંદેશો સમાજને આપ્યો છે.